Google Search



Wednesday, December 5, 2012

ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012, મુદ્દો-8 : સિંચાઈ માટે 16 કલાક અવિરત વિજળી



ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ‘ગુજરાત પ્રજા વિકાસ દર્શન-2012’ હેઠળ ખેડૂતો અને વીજળી માટે આઠમા મુદાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે 
55 ડાર્ક ઝોન સહિત તમામ તાલુકામાં દશ લાખ ખેડૂતોને વીજળીનાં કનેકશન, 16 કલાક ગુણવત્તાવાળી વિજળી, 5 થી 200 હોર્સ પાવરના સોલાર અને વિન્ડ પાવરથી ચાલતા પંપમાં 90% સુધીની સબસીડી અને 10 વર્ષનો જાળવણી ખર્ચ, 1800 ગામોમાં સોલાર સ્ટ્રીટ વિનામૂલ્યે, ‘ઉર્જા સ્વનિર્ભર ગ્રામ’ની રચના, ઘર વપરાશની પ્રથમ 50 યુનિટ વિજળી વિના મૂલ્યે, 10% વીજ કરમાં ઘટાડો, 7-12 અને 8-અના ઉતારા તથા વિદ્યાર્થીઓ માટેના દાખલા તાલુકા મથકને બદલ ગ્રામ પંચાયત કક્ષાએ, દરેક ગામ ફરતા રીંગ રોડ, નર્મદા યોજનામાં ચોમાસા દરમ્યાન દરીયામાં વહી જતું વધારાનું ત્રણ મીલીયન એકર, વીજ ચોરીના નામે ખેડૂતો પર થયેલાં ફોજદારી કેસ પાછા ખેંચીને ખેડૂતો સાથે માનવીય અભિગમ, બાગાયત જમીન પર ખેતી માટે કેન્દ્ર સરકાર 20% સબસાડી આપે છે તેના પર કોંગ્રેસ સરકાર તરફથી 20% સબસીડી.

No comments:

Post a Comment