Google Search



Wednesday, December 5, 2012

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર, વિદ્યાર્થીઓને ટેબલેટ-લેપટોપ


ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ ખાતે તેમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો. દિલ્હીનાં મુખ્યપ્રધાન શીલા દીક્ષિત દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષનાં મુખ્ય નેતા શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિનાં અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયા, અને શંકરસિંહ વાઘેલા હાજર રહ્યાં હતાં.
ગુજરાત કોંગ્રેસ મુખ્યાલય ખાતે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપના ચૂંટણી ઢંઢેરાની જેમ જ ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા અગાઉ એક વીડિયો ક્લિપ દર્શાવવામાં આવી હતી. જેમાં યુપીએ સરકારની સિદ્ધિઓ વર્ણવામાં આવી હતી, તથા ગુજરાતની ભાજપ સરકાર અલગ-અલગ મોરચા પર નિષ્ફળ રહી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ ક્લિપમાં કેટલાક આંકડાઓ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. ગુજરાત કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા બાર મુદ્દાઓ પણ તેમાં રજૂ કરાયાં હતાં.
ગુજરાત કોંગ્રેસ દ્વારા ‘ગુજરાત પ્રજા વિકાસ દર્શન’ દ્વારા બાર મુદ્દાઓ અગાઉથી જાહેર કરી દેવાયા છે. જેમાં ગુજરાતનાં આરોગ્ય, સામાજિક, આર્થિક, ખેત અને વીજ, માર્ગ જેવા બાબતોને આવરી લેવાયા હતા. સામાન્ય રીતે ભાજપના નેતાઓ દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવતો હોય છે, પરંતુ સોમવારે નરેન્દ્ર મોદીએ ખુદ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો, તેનાં કલાકો અગાઉ કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર પર આરોપનામું મુંકવામાં આવ્યું હતું.
કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરાનાં મુખ્ય મુદ્દાઓ- -બેકલોગની 62 હજાર જગ્યાઓ એક વર્ષમાં ભરાશે – સંપૂર્ણ વેતન સાથે નોકરી – પાઠ્યપુસ્તકોનાં ભાવ ઓછા કરાશે – રાઇટ ટુ ફોરેસ્ટ લેન્ડ એક્ટને છ મહિનામાં અમલી બનાવાશે – વરસાદીપાણીનાં સંગ્રહ માટે સત્તામંડળની રચના કરાશે – જિલ્લા પંચાયતનાં અધિકારીઓને પૂરતા અધિકાર અપાશે – મજૂર બાંધકામ મંડળોને રૂ. 15 લાખ સુધીનાં કામ અપાશે – કેસર કેરી અને કપાસના નિકાસ માટે અલગ વ્યવસ્થા – ટ્રેકટરની ખરીદીમાં રાહત અપાશે.
મધ્યાહન ભોજન અને આંગણવાડી કર્મચારીઓનાં વેતનમાં બમણો વધારો કરાશે – આદિવાસી ખેડૂતોને ખેતી માટે વીજ કનેકશન અપાશે – આદિવાસી વિસ્તારનાં લોકોને લાઈટ બીલમાં પચાસ ટકાની રાહત -મધ્યમવર્ગને રાહત દરે અનાજ અપાશે – તમામ ગામોને રાજ્યના ધોરીમાર્ગો સાથે જોડાશે – ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં સિંચાઈ યોજનાઓ બનાવાશે. મધ્યમ કક્ષાનાં ડેમો અને ચેકડેમોનું નિર્માણ કરાશે – કેનાલનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરાશે

No comments:

Post a Comment