Google Search

Wednesday, December 5, 2012

ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012, મુદ્દો-1 : ખાતરો પરનો વેટ નાબૂદ અને પેટ્રોલ, ડીઝલ પર ઓછો કરગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુન મોઢવાડીયા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શકિતસિંહ ગોહિલ, ચૂંટણી અભિયાન સમિતના અધ્યક્ષશ્રી શંકરસિંહજી વાઘેલા અને શ્રી ડો. તુષાર ચૌધરી સહિતના આગેવાનોએ આજે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે સંયુકત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રજા વિકાસ દર્શન - ર૦૧ર હેઠળ જાહેર થનારા ૧ર મુદ્દાઓ પૈકી પ્રથમ મુદ્દાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડીસેમ્બર-ર૦૧ર ની વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની સરકાર આવશે અને સરકાર આવ્યા બાદ આખા દેશમાં સૌથી વધારે મોંઘુ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસની ભેટ આપનાર હાલની ભાજપ સરકાર દ્વારા લેવાતો સૌથી ઉંચા વેટના દરને ઘટાડીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસ સસ્તા કરાશે. ખેડૂતો પાસેથી લેવાતો રાસાયણિક ખાતર ઉપરનો વેટ સંપૂર્ણપણે નાબૂદ કરાશે અને ગુજરાતની પ્રજાને રાહત અપાશે.

No comments:

Post a Comment