
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આજે “ગુજરાત પ્રજા વિકાસ દર્શન-૨૦૧૨” હેઠળ ગુજરાતના લગભગ ૧૦ લાખ સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓ તથા સાડા છ લાખ જેટલા નિવૃત સરકારી કર્મચારીઓના અન્યાય નિવારણ તથા કર્મચારી કલ્યાણ માટેના ત્રીજા મહત્વના મુદ્દાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકારી, અર્ધસરકારી, પંચાયત, બોર્ડ, કોર્પોરેશન સહિતના કર્મચારીઓને તથા નિવૃત કર્મચારીઓને વર્તમાન ભાજપ સરકારે ફિક્સ પગાર. આઉટ સોર્સિંગ, પાંચમાં અને છટ્ઠા પગાર પંચના અમલમાં કરેલા અન્યાયો, ભરતી, બઢતી, અને નિવૃતિમાં કરતાં વિલંબ અને અન્યાયો સામે કોંગ્રેસની સરકાર જો સત્તા ઉપર આવશે તો રાજ્ય સરકારના હાથ-પગ સમાન કર્મચારીઓની તથા નિવૃત કર્મચારીઓની તમામ વ્યાજબી માંગણીઓ સ્વીકારીને કર્માંચોના કલ્યાણ માટેના પગલાં લેવાશે.
No comments:
Post a Comment