
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવે ત્યારે તેના દ્વારા આદિવાસી, પછાત, વિચરતી આદિજાતી, અને લઘુમતી સમુદાયોને આપવામાં આવનાર લાભની વિસ્તુત માહિતી આપી હતી. ભાજપા શાસિત ગુજરાત સરકારે જે લોકો સરકારને મદદરૂપ બને છે તેના બદલે ફક્ત ઉદ્યોગપતિઓને સમૃદ્ધ બનાવ્યા છે પરંતુ તેમને પણ ગૌરવપૂર્ણ જીવન જીવવનો સમાન અધિકાર મળવો જોઈએ. કોંગ્રેસે આદિવાસી વિસ્તાર, દલિતોના ઉત્થાન, આદિજાતિ, અન્ય પછાત જાતિ, લઘુમતી અને શારીરીક અને માનસિક વિકલાંગના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં લાવશે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલ અને પ્રચાર સમિતિના અધ્યક્ષ શ્રી શંકરસિંહ વાઘેલાએ પણ પ્રેસને સંબોધન કર્યું હતું.
No comments:
Post a Comment